શેર બજારમાં કારકિર્દી એટલે ? તમે 24 કલાક શેર બજાર ઉપર આધારિત રહેવા માંગો છો ? અને તેમાંથી જ પોતાના ઘરનું ગુજરાન ચલાવા માંગો છો ?
જો આ કારકિર્દી હોય તો …ખૂબ જ મહેનત કરવી પડે. ભારતમાં આવા બોવ ઓછા લોકો છે જે 24 કલાક શેરબજારમાંથી રૂપિયા કમાય છે. ભારતમાં એવો કોઈ શૈક્ષણીક કોર્ષ નથી કોઈ સ્કુલ, કોઈ યુનિવર્સિટી શેર બજાર વિશે શીખવતું નથી. એટલે તેના જોખમ અને લાભ વિશે કોઈ ઝાઝું જણાવી શકતું નથી.
બીજી રીતે છે, આપ શેરબજારમાં રોકાણ કરો. એક પાર્ટટાઇમ બિઝનેસ તરીકે,
આપ સ્ટોક માર્કેટ ઉપર યુટ્યુબના વિડીયો જોઈને બૂકમાંથી પણ શીખી શકો છો. એમાં તમને નુકશાન ઓછું અને ફાયદો વધારે છે. કેમ કે એમાં તમારા 100% રૂપિયાનું રોકાણ થતું નથી. અને તમારા મહેનતના રૂપિયા ઉપર જોખમ ઓછું રહે છે.
ટૂંકમાં, 100% શેરબજાર ઉપર આધારિત ના રહેવું જોઈએ. તેને એક રોકાણની દ્રષ્ટિએ પાર્ટટાઈમ લઈ શકાય. એવું મારું માનવું છે. છતાં પણ આપને 100% શેરબજાર ઉપર આધારિત રહેવું હોય તો શેરબજાર આધારિત કંપનીઓ શેરખાન, એન્જેલશેરબ્રોકરિંગ, વિગેરેમાં નોકરી મેળવવી જોઈએ જેથી શેર બજારનું ઊંડાણ શીખી શકો