પ્રેમ ની સાંકેતિક ભાષા





પ્રેમમાં ઘણીપણવાર જબાન મૂક બની જાય છે પરંતુ આંખો ઘુનુબધુ કહી જાય છે ઇશારા -ઇશારામાં જ કેવી રીતે પાંગરે છે પ્રેમ .....

પ્રેમ ની સાંકેતિક ભાષા

પ્રેમ એવો આવેગ છે જેમાં શબ્દો કયાંક ખોવાઈ જતા હોય છે તેને શબ્દો ની પરિસીમામાં બાંધીને એવું નથી કહી શકાતું કે આ જે કહ્યું તે જ પ્રેમ છે.

પ્રેમ અભિવ્યક્ત કરવાની એક સાંકેતિક ભાષા હોય છે, જે આંખોથી બોલી અને દિલ થી સાંભળી શકાય છે આ ભાષાને સમજીને તમે પણ જાણી શકો છો કે તમે જે વ્યકિત ને પ્રેમ કરો શું તે પણ તમારા માટે આવી જ લાગણી ધરાવે છે,

જેથી તમારું દિલ પણ કહી શકે :

હમ હી નહી તુમ ભી

ઉસ ડગર કે મુસાફિર હો

જહાં નુંરેખુદા બરસતા હે.

દો દીલ બેખુદી મેં

ગુમ હો જાતે હૈ ઇસ તરહ કી

જમી પર નકશેફલક બયાં હોતા હૈ.”


તમે ક્યારેય વિચાર્યું છે કે કે કવિઅઓએ હંમેશા દિલના બધા રહસ્યો, ઉઘાડા પાડવા માટે આખો ને જ કેમ દોષિત કહી છે? કયારેક ધ્યાનથી દિલની આ રચના પર તમે વિચાર કરી જોજો . બે હર્દય જયારે એક બીજા ને પંસદ કરવા લાગે છે ત્યારે તેના માટે આંખો નું મિલન જ માધ્યમ બનતું હોય છે.

જ્યારે તમારી આંખ કોઈ ને જોઇને શરમથી ઢળી જાય અને એ પણ વાંરવાર તમને ચોરી છૂપી થી તેની નજરોમાં કેદ કરી લેતા હોય અને જો આવું તમે અનુભવો તો સમજી લેવું કે આગ બંને બાજુ બરાબર લાગેલી છે

સાજણગાર

મહિલા સાજણગાર કરવાની બાબતમાં હંમેશા બદનામ થઇ છે, પરતું પ્રેમની વાત આવે ત્યારે પરુષો પણ સુંદર દેખવામાં પાછળ રહેતા નથી જો તમને એવું લાગે કે હમેશા પોતાના પ્રત્યે ઉદાસી ન રહેતા તમારા સાથીમાં ફેરફાર થઈ રહ્યો છે અને તે જૂદા જુદાં બહાના કરીને પોતાનામાં આવેલા પરિવર્તન તરફ તમારું ધ્યાન ખેચવા માગે છે, તો તમારે સમજી જવું કે તે ઈચ્છે છે કે તમે એમના તરફ નજર કેનીદ્ર્ત કરો.

હર્દયસ્પશી સ્મિત

કહેવાય છે કે જયારે પ્રેમ થાય છે ત્યારે સાથી નો વિચાર કરતા જ ચહેરા પર સ્મિત રેલાઈ જાય છે,જે દિલના દરેક રહસ્યને ઉઘાડું પાડી દે છે એટલે જ જયારે બીજીવાર તે પોતાના મિત્રો સાથે વાત કરતા કરતા બધાથી નજર બચાવી તમારી તરફ એક હદયસ્પશી સ્મિત આપે તો સમજી જવું કે ત્યાં પણ કઈક શરૂવાત થઇ રહી છે.

દિલચસ્પી

જયારે પ્રેમ થાય છે, તો દરેક વ્યકિત પોતાના સાથી ની નાની -મોટી વાત જાણવામાં રસ લેવાનું શરુ કરી દે છે. આ વાત તમારા કરતા વાધરે સારી રીતે કોણ જાણી શકે. તમે પણ આ જ પ્રયત્ન કર્યો હશે, એટલે હવે એ જાણવાની જરૂર છે કે શું એને પણ તમારામાં રસ છે. આના માટે તમે તમારી વિશ્વાસુ ,વાચાળ અને તમારા થી થોડી ઓછી સુંદર દેખાતી સાહેલી ની ( પ્રેમ માં તકેદારી જરૂરી છે ) મદદ લો. જે તમારા સાથી સાથે મિત્રતા કરીને એના દિલની વાતને પણ જાણી શકે.

ખામી માં ખુબીનું પ્રતિબિબ

પ્રેમનાં સાંકેતિક સૂત્રની પાચમી બાબત એ છે કે તમને તમારા પ્રમી ની દરેક ખામીમાં પણ ખૂબી દેખાવા લાગે છે. એટલે કે જો પ્રેમીના ગાલ પર કોઈ ઘાનું નિશાન હોય તો તે પણ બ્યુટી સ્પોટ ‘તરીકે દેખાય છે.

સુર્ક્ષાત્મ્ક વલણ

પુરુષોનો સૌથી મોટો ગુણ એ છે કે જયારે તે કોઈ ને પ્રેમ કરે છે તો તેના પર કોઈ ની પણ ખરાબ દષ્ટિ પડે તે સહન કરી શકતા નથી. તેઓ પોતાના પ્રેમની આજુબાજુ હમેંશા એક સુર્ક્ષાત્મક ઘેરાવો બનાવી રાખે છે એટલે જો તમને આવો અનુભવ થાય તો જાણી જવું કે તે તમારા બોડીગાર્ડ બનવા માટે તૈયાર થઇ ગયા છે

આ જ રીતે તમારી દરેક ઈચ્છા ને માન આપી, કઈ પણ કહ્યા વિના તમારું ધ્યાન રાખતા રાખતા એમની આંખ તમને એમના જીવનમાં આવવાનું મૂક આમત્રણ આપે તો સમજી જવું કે આ જ સકેત છે, જેના માટે તમારું દિલ તલપાપડ હતું.


શેર બજારમાં કારકિર્દી એટલે ? તમે 24 કલાક શેર બજાર ઉપર આધારિત રહેવા માંગો છો ? અને તેમાંથી જ પોતાના ઘરનું ગુજરાન ચલાવા માંગો છો ?

  શેર બજારમાં કારકિર્દી એટલે ? તમે 24 કલાક શેર બજાર ઉપર આધારિત રહેવા માંગો છો ? અને તેમાંથી જ પોતાના ઘરનું ગુજરાન ચલાવા માંગો છો ? જો આ કારક...