એક પરણેલી સ્ત્રીને લગ્નના ઘણા વર્ષો પછી અચાનક મનમાં ખયાલ આવ્યો કે જો હું મારા પતિને છોડી ને જતી રહું તો મારા પતિ ઉપર શું ગુજરે... જોઉં તો ખરી...
આવો વિચાર આવતાજ તેણે એક કોરો કાગળ લીધો અને તેની ઉપર લખ્યું.
"હવે હું તમારી સાથે એક મિનીટ પણ નહીં રહી સકતી,
બહુ જ કંટાળી ગઈ છું, માટે હું હવે ઘર છોડીને જાવ છુ અને તે પણ હંમેશ માટે."
તે લખેલો પત્ર તેને ટેબલ ઉપર રાખી પતિનો ઘરે આવવાના સમયે તેની પ્રતિક્રિયા શું થાય?
તે જોવા પલંગ નીચે છુપાઈ ગઈ.
પતિ આવ્યો તેને ટેબલ ઉપર મુકેલો પત્ર વાંચ્યો. થોડી વાર ચુપ્પી રહ્યા.
બાદ તે જ પત્ર નીચે તેને કંઈક લખ્યું.
પછી તે ખુશીથી સીટી વગાડવા લાગ્યો, ગીતો ગાવા લાગ્યો, ડાન્સ કરવા લાગ્યો અને કપડાં બદલવા લાગ્યો...
અને અચાનક તેણે પોતાના ફોનથી કોઈને ફોન લગાવ્યો અને કહ્યું:
"આજ હું એકદમ મુકત થઇ ગયો છું, કદાચ મારી મુર્ખ પત્નીને સમજાય ગયું કે તે પોતે મારા લાયક ના હતી,
એટલીવાર માં તેણે પોતાના ફોન થી બીજા કોઈને ફોન લગાવ્યો અને કીધું:
મારી સુતરફેણી ડાર્લિંગ,
આજથી મારું બૈરું હંમેશને
માટે ઘર છોડીને ચાલી ગઈ છે.
આજથી હું આઝાદ થઇ ગયો છું,
અને બસ કપડા બદલીને હમણાં જ તને મળવા આવી રહ્યો છું,
તું તૈયાર થઈને મારા ઘરની સામે વાળા પાર્ક માં હમણા જ આવી જા.
તરત જ કપડા પહેરીને પતિ ઘરની બહાર નીકળી ગયો.
આંસુ ભરી આંખોથી પત્ની બેડના નીચેથી નીકળી, થર-થર કાંપતા હાથેથી પત્ર ઉપાડી પત્રના નીચે લખેલી લાઈન વાચી, જેમાં લખ્યું હતું...
👇👇👇👇👇👇👇👇👇👇👇👇
" અરે ગાંડી... પલંગ નીચેથી તારા પગ દેખાય છે.
સામેથી નાસ્તો બંધાવીને આવું છું,
ત્યાં સુધી તું ચા મુક....!!!
આને કહેવાય લગ્નજીવન 🌹🌹🌹