-અલ્કેમીસ્ટ પોલો કોએલો બે શબ્દો

-અલ્કેમીસ્ટ પોલો કોએલો બે શબ્દો અત્યારે મને યાદ છે એ પત્ર જે મને અમેરિકા પ્રકાશક હાર્પર કોલીન્સ તરફ મળ્યો હતો “ધી અલ્કેમિસ્ટ ને વાંચવાથી એવી લાગણી થઇ આવી કે જાણે બીજા બધાં હજી ઊઘતા જ હોય અને વહેલી સવારે ઉઠી ને આપણે એકલા સૂર્યોદય નાં દર્શન કરતાં હોઈએ” હું ઘરની બહાર નીકળ્યો,આકાશ સામે જોયું અને મનોમન વિચારી રહ્યો મતલબ કે આ પુસ્તકનો અંગ્રેજી અનુવાદ થવાનો એ નક્કી !” એ સમયે હજી હું લેખક તરીકે માન્યતા મેળવવાને માટે સર્ઘષ કરી રહ્યો હતો અને મારા મનમાં દહેશત રહ્યા કરતી કે એ અશક્ય છે, છતાં હું મારા માર્ગ ને જ અનુસરવા પ્રયત્નશીલ હતો. ભલે ધીરે ધીરે છતાં મારું આ સ્વપન હવે વાસ્તવિક સ્વરૂપ લેવા લાગ્યું હતું. અમેરિકા માં તો હજારો શું લાખો પ્રતો વેચાઈ ગઈ.એક દિવસ બ્રાઝીલના ખબર પત્રીએ ફોન પર મને જણાવ્યું કે રાષ્ટ્રપતિ કિલન્ટન આ પુસ્તક વાંચી રહ્યા હોય તેવો ફોટો આવ્યો છે.થોડા સમય પછી હું તુકી ગયો ત્યાં પણ મેં વેનિટી ફેર’ નામનું સામયિક ખોલ્યું ત્યારે જુલિયા રોબટ નું અકે વિધાન નજરે પડ્યું તેણે જાહેર કર્યું હતું કે આ પુસ્તક તેને અતિ પ્રિય છે. માયામીના એક રસ્તે એકલો જતો હતો ત્યારે એક છોકરી એની માતાને કહી રહી હતી તમારે ‘ધી અલ્કેમીસ્ટ પુસ્તક ચોક્કસ વાંચવું જોઈએ.” આ પુસ્તકનો અનુવાદ 67 ભાષાઓમાં તો થઇ ચુક્યો છે. દુનિયાભરમાં પાલો કો એલો નાં પુસ્તકો ૧૦ કરોડ થી પણ વધુ નકલો વેચાઈ છે અને લોકો પૂછવા લાગ્યા છે : આટલી મહાન સફળતા રહસ્ય શું છે? મારો એકમેવ અને પ્રામાણિક પ્રતિભાવ છે કે,હું નથી જાણતો મને માત્ર એટલી ખબર છે કે પેલા ભરવાડ બાળક સાનિતયેગો ની જેમ આપણે સહુએ પોતા ના અંત:કરણ ના અવાજ પ્રત્યે જાગ્રત થવું જરૂરી છે. આ અંત:કરણ નો અવાજ શું છે ? તે પ્રભુના આશીર્વાદ છે. આ પુથ્વી પર પ્રભુએ તમારે માટે કંડારેલો માર્ગ છે જયારે પણ આપણે કઈ એવું કરીએ જેને લીધે આપણે તેને અનુસરતા હોઈએ છીએ, પરંતુ આપણા માંથી બધા માં કઈ પોતાના સ્વપન નો સામનો કરવા ની હિમત ન પણ હોય આમ કેમ ? તેમાં મુખ્ય ચાર અવરોધો છે. પહેલું નાનપણ ની આપણ ને કહેવામાં આવેછે તેમ જે કઈ વિચારો છો તે બધું બને તે શક્ય નથી.આપણે આવે છે કે તેમ જે કઈ વિચારો છો તે બધું બને તે શક્ય નથી. આપણે એ વિચાર સાથે મોટા થઈએ છીએ અને જેમ જેમ વર્ષો વીતે છે, તેમ તેમ પૂર્વ ગ્રથીઓં, ભય અને અપરાધ ની ભાવના ના થર પણ તમારા ઉપર એક પછી એક ખડકાતા જાય છે. એક સમય એવો આવે છે કે જયારે તમારો અંતર નો અવાજ તમારા આત્મામાં એટલો તો ઊડો ધરબાઈ જાય છે કે તે દેખાતો સુધ્ધા નથી છતાં હજી એ રહે તો છે અક્બધ આપણા માં એ ઊડે ધરબાયેલ સપનું બહાર ખેચી લાવવા ની હિમત હોય તો પણ આપણે બીજા એક અવરોધ નો સામનો કરવો પડે છે. પ્રેમ આપણે શું કરવું છે તે આપણે જાણી એ છીએ આપણે એ નથી સમજતા કે પ્રેમ તો એક પ્રેરણાસ્ત્રોત છે અને તેઓં કદી પ્રગતિ કરતા આપણને નહિ રોકે. જે લોકો આપણું હદય હદય પૂર્વક હિત ઇચ્છતા હોય તેઓં એમ જ ઈચ્છે કે આપણે સુખી થઈએ બલકે તેઓં આપણી એ તરફ ની યાત્રા માં સામેલ થવા ને તૈયાર હોય છે. આપણે જો પ્રેમ ને એક પ્રેરકબળ તરીકે સ્વીકારો લઈએ તો એક ત્રીજો અવરોધ ઊભો થાય છે અને તે છે આપણા માર્ગ માં આપણને પરાજયો મળવાની શક્યતા. આપણા સ્વપ્ન ને સાકાર કરવા માટે જયારે આપણે લડત આપી રહ્યા હોઈએ ત્યારે જો તેમાં સફળતા મળતી ન જણાય , તો આપણ ને વધુ દુ:ખ થાય છે કારણ એ છે કે આમાં આપણે પેલું જીભવગુ બહાનું નથી કાઢી શકવાના કે, અરે, મને તો તે ખરેખર જોઈતું પણ નહોતું.’આપણ ને તે જોઈએ છે જ અને જાણીએ પણ છીએ કે તેના માટે આપણે બધું દાવ પર લગાવ્યું છે. બીજા માર્ગો કરતાં અંત:કરણના અવાજ નો માર્ગ સહેલો નથી સિવાય કે એ દિશામાં આપણે સમગ્ર હદય સાથે જોડાયા હોઈએ તો પછી આપણે પ્રકાશ નાં વીર યોદ્રાઅઓએ મુશ્કેલીઓના સમયે ધીરજ રાખવી પડશે અને સમજવું જોઈશે કે આખું બર્માંન્હા આપનો પક્ષપાત કરવા લાગ્યું છે. ભલે એ કેવી રીતે થાય છે તેની સમજ આપણી પાસે ન હોય. પ્રશન થાય છે કે શું પરાજયો જરૂરી છે. ખેર જરૂરી હોય કે ન હોય તે જીવનમાં સામા તો માળવાના જ આપણા સ્વપ્ન માટે જયારે આપણો પ્રથમ સંઘર્ષ કરીએ છીએ ત્યારે આપણી પાસે અનુભવ તો હોતો નથી અને ભૂલી પણ ઘણી કરીએ છીએ છતાં જીવન નું રહસ્ય એ છે કે માણસે વારવાર પડી ઉભા થવું પડતું હોય છે. આમ, જો આપણે બીજા લોકો કરતા વધુ દુઃખી થવાના હોઈએ તો આપણા અંત:કરણના અવાજ માટે જીવવાનું આટલુ મહત્વ કેમ છે? કારણ એ છે કે એક વાર જયારે આપણે પરાજયો પાર કરી દઈએ છીએ – અને તે કુદરતી કાનુન છે- ત્યારે આપણે ઉલ્લાસ અને આત્મવિશ્વાસ થી છલકાઈ ઊઠીએ છીએ. ઊડે ઊડે આપણે જાણી એ છીએ કે હવે આપણી અંદર જીવનના ચમત્કાર માટે ની સુયોગ્ય ભૂમિકા રચાઈ ગઈ છે. પ્રત્યેક દિવસ પ્રત્યેક કલાક આ શુભ સંઘર્ષ નો હિસ્સો છે. આપણે જીવન ઉત્સાહ અને આનંદ થી જીવવા લાગી એ છીએ. ઉડું અને અણધાર્યું દુ:ખ સહ્ય જણાતી વેદના કરતાં વધુ જલદી અર્દશ્ય બહાર તે આપણા આત્માને કોતરતી રહે છે અને છેવટે એક એવો તબક્કો આવે છે કે આપણે મનની એ કડવાશમાંથી કદી મુક્ત બની શકતા નથી.આપણા જીવનના બાકી દિવસો દરમિયાન તે આપણી સાથે જ રહે છે આપણા સ્વપન ને ઊડેથી બહાર ખેચી લાવી પ્રેમ ની શક્તિ થી તેનું પોષણ કરીને અને વર્ષા સુધી એ વેદના વેઢાર્યા બાદ અચાનક એવું લાગવા માંડે છે કે આપણને હંમેશા જેની ઈચ્છા હતી તે આપણી નજરસામે હાજર આપણી રાહ જુએ છે કદાચ બીજે જ દિવસે આવી મળશે.તે વખતે ઊભો થાય છે ચોથો અવરોધ: જે સ્વપનને આપણે સાકાર કરવા આખી જીદગી લડત આપી તેને વાસ્તવિક રીતે પામવાનો ભય. ઓસ્કાર વાઈલ્ડે કહ્યું છે, પ્રત્યેક વ્યકિત જેને ચાહતી હોય છે. તેની હત્યા કરે છે- આ વાત સત્ય છે સામાન્ય માણસના આત્મામાં જે આપણ ને જોઈએ તે મળી જવાની સંભાવના જ એક અપરાધભાવ ઊભો કરી દે છે આપણે આસપાસ નજર ફેરવતાં એવા લોકો ને જોઈએ છીએ જેઓ પોતાને જોઈતી ચીજ મળે તે માટે યોગ્ય નથી આપણે આત્યાર સુધી માં જે ત્યાગ કર્યા તે સઘળું ભૂલી જઈએ છીએ. ઘણા અણી ને સમયે ખુબ મુર્ખાભારેલી ભૂલો આચરી અને જે ધ્યેય માત્ર એક જ ડગલું આગળ હતું ત્યાં સુધી તેઓ કયારેય પહોચ્યા નહિ. આ અવરોધ સૌથી વધુ ખરતનાક કારણ કે તેની આસપાસ સંતત્વનું આભાવર્તુળ છે: આનંદ અને વિજય નો ત્યાગ દર્શાવતું આભાવાતુળ, પરતું જો તેમ પોતાની જાતને જે ચીજ માટે આટલો સઘર્ષ કર્યો, તેને યોગ્ય માનતા હોવ તો તમે તો પ્રભુના સાધન બનો છો, નિમિત્ત બનો બનો છોતમે વિશ્વના આત્માને સહાય કરનાર બનો છો, અને તમને આ સુર્ષ્ટિ પર તમારી હયાતી નું ખરું રહસ્ય સમજવા લાગે છે, અલ્કેમીસ્ટ પ્રારભિક કીમીયાગરે કાફલા પૈકીના કોઈ માણસે ખરીદેવું એક પુસ્તક ઉપાડયું અને તેના પાનાં ઊથલાવતાં એમને નાર્સિસસ’નામની વ્યકિતની દંતકથા તો તેઓ જાણતા હતા.તે યુવકે એક વાર સરોવર પાળે બેસીને નીચે જોયું તો સરોવર માં તેનું પ્રતિબિંબ દેખાયું અને તે પોતાના એ પ્રતિબિંબ સુંદરતાના જ પ્રેમમાં પડી ગયો જ સૌદાર્યપર એટલો મુગ્ધ થઇ ગયો કે એક સવારે પેલા સરોવર માં પડી ગયો અને ડૂબી ગયો જે સ્થળે પડયો હતો ત્યાં એનું ફૂલ ઊગ્યું અને તેને નાર્સિસસ ‘નું’ નામ અપાયું પણ આ વાર્તાના લેખકે અહીં વાર્તા પૂરી નહોતી કરી. તેણે વાર્તા આગળ ધપાવતાં લખ્યું કે જયારે નાર્સિસસ મત્યુ પામ્યો ત્યારે વનદેવીઓ ત્યાં આવી.તેમણે સરોવર જોયું તો જણાયું કે તે મીઠા પાણીનું સરોવર નહોતું રહ્યું ખારા આંસુ નાં પાણી નું સરોવર બની ગયું હતું.’’ હું નાર્સિસસ માટે રડું છુ સરોવરે કહ્યું. ઓહ તું નાર્સિસસ માટે રડે તેમાં કશી નવાઈ નથી એમણે કહ્યું કારણ કે વનમાં તો અમે લોકોય તેનો પીછો કરતા હતાં ખરા, પરંતુ તું એકલું જ એની સુદરતા આટલી નજીક થી જોઈ શક્યું હતું.’’ એટલે શું નાર્સિસસ સુંદર હતો?:સરોવરે પૂછ્યું તારા વિના તે વિશે વધુ કોણ જાણે છે દેવી ઓને આશ્ર્વર્ય થયું ‘’છેવટે તો તે પોતાને જોવા માટે તારા કિનારે જ ઘૂટણીયે પડી ને જોતો હતો !’’ થોડો સમય તો સરોવર ચુપ રહ્યું છેવટે તે બોલ્યું: હું નાર્સિસસ માટે રોઉં છુ એ સાચું પણ મેં કદી એ વાતે ધ્યાન નથી આપ્યું કે તે સુંદર હતો હું એટલા માટે રડું છુ કે જેટલી વાર તે મારા કિનારે ઘૂંટણીયે પડી ને બેસતો હતો, તેટલી વાર તેની આખો ઊંડાણ માં મને મારું પોતા નું સૌદર્ય પ્રતિબિબિત થતું દેખાતું હતું.’’ કીમિયાગર મનોમન બોલ્યા : આહ, કેટલી સુદર વાર્તા!’’ ભાગ -૧ છોરકા નું નામ હતું સાન્તિયેગો ઘેટાઓને હાંકતો તે જયારે એક સૂમસામ અપૂજ દેવળના સ્થળે પહોચ્યો ત્યારે સાંજ થવા આવી હતી. દેવળની છત તો કેટલાય વર્ષોથી પડી ગયેલી જણાઈ અને તેમાંના જુના પૂજા સ્થળે અજીર નું એક મોટું વર્ક્ષ પણ ઊગી ગયું હતું. તેણે આજની રાત આ સ્થળે રોકાવાનું વિચાર્યું તૂટી ગયેલા દરવાજા માંથી તેણે બંધા ઘેટાને અંદર હાંકી દીધા અને તેની પર ન શકે, આમ આ વિસ્તાર માં કોઈ વરુ તો નહોતા રહેતા પણ એક દિવસ એનું એક ઘેટું રાતવરત કયાંક જતું રહ્યું હતુંત્યારે બીજો આખો દિવસ તેણે તેને શોધવામાં જ વિતાવવો પડયો હતો. પોતે પહેરેલ જાકીટ વડે તેણે જમીન સાફ કરી હમણા જ પૂરૂ કયું હતું તે પુસ્તક નું ઓશીકુ બનાવ્યું તેણે વિચાર્યું કે હવે તેણે સહેજ વધુ જાડી ચોપડીઓ વાંચવી જોઈએ તે વધુ લાંબો વખત વાંચવા પણ ચાલે અને વધુ સારું ઓશીકું પણ બની શકે. તે જાગ્યો ત્યારે હજી અધારું હતું અને અડધી પડધી તૂટેલી છત માંથી હજી તારાઓ પણ દેખાતા હતા. એક અઠવાડિયા પહેલા તેને જે સ્વપન આવેલું તે જ આજે ફરીથી આવ્યું હતું અને પહેલા ની જેમ જ તે પૂરું થાય તે આગાઉ જ તે જાગી ગયો હતો. તે ઊઠયો પોતાની લાકડી ઠપકારી ઘેટાને પણ ઊઠવા લાગ્યો તેણે જોયું હતું કે પોતે જાગી જતો ત્યારે મોટા ભાગના ઘેટા પણ ઊઠવા લાગતાં જાણે કોઈ રહસ્યમય શકિત તેને આ ઘેટા સાથે જોડતી ન હોય !તેમની સાથે તે છેલ્લા બે વર્ષ થી હતો અને ચારાપાણી ની શોધમાં તે આજુબાજુના વગડામાં ફરતો રહેતો ‘’તે બધા હવે મારા થી એટલા ટેવાઈ ગયાં છે કે જાણે મારું આખું સમય પત્રક જાણે છે.’’ તે બબડયો થોડો વિચાર કરતાં તેને લાગ્યું કે કદાચ એવું હોય કે તે પોતે તેમનું સમય પત્રક જાણતો થઇ ગયો હોય ! તેમાંનાં કેટલાંક ઘેટાં ઊઠવામાં આળસ કરતાં પણ ખરાં છોકરા એ તેમને ગોદા માર્યા અને દરેકને નામ દઈને ઊઠાડવા લાગ્યો. તે માનતો હતો કે પોતે જે કહે તે ઘેટાં સમજે છે. એટલે કેટલીક વાર તે પોતે વાચેલી ચોપડીના એવા કેટલાંક અંશો પણ તેમને વાંચી સભાલાવતો જે તેને ખુબ સારા લાગ્યા હોય. કોઈ વાર તે ભરવાડને ખેતરો માં અનુભવાતી ખુશી કે એકલતાની વાતો પણ તેમને કહતો. વળી કોઈ વાર જે ગામ માંથી પસાર થયા હોય તેમાં તેણે જે કઈ જોયું હોય તેની વાતો પણ તેમને કહેતો. પણ છેલ્લા કેટલાક સમયથી તેણે એક જ બાબત વિશે ઘેટાં ને વાત કરી હતી – પેલી છોકરી વિશે જે ચારેક દિવસ માં તેઓ જે ગામ માં એક જ વાર જવાનું બન્યું હતું -તે પણ ગઈ સાલ જ. કાપડના એ વેપારી ની દુકાન હતી અને એ વેપારી ઈચ્છતો કે ઘેટાં નું ઊન તેની પોતાની હાજરી માં ઉતારવામાં આવે, જેથી એને કોઈ છેતરી ન જાય એક મિત્રે આ છોકરા ને તેની વાત કરી હતી અને તે ગયે વર્ષ પોતાનાં ઘેટાં ત્યાં લઇ ગયો હતો. *** છોકરા એ વેપારી ને કહ્યું મારે કેટલુક ઊન વેચવું છે દુકાનમાં ઘરાકી હતી એટલે દુકાનદારે તેને બપોર પછી મેળ પડશે એમ જણાવી રોકાઈ જવા કહ્યું છોકરો તો તેની દુકાનના પગથીયે બેસી ગયો અને પોતાના કોથળા માંથી ચોપડી કાઢી. “મને ખબર નહોતી કે ભરવાડોને વાચતા પણ આવડતું હશે !”પાછળ થી એક છોકરી નો અવાજ સભળાયો. એન્ડાલુશીયા પ્રદેશ ના સૌદર્ય નું જાણે તે પ્રતિક હતી લાંબા,કાળા ઝુલતા વાળ અને આંખો એવી કે ‘મૂર’ વિજેતાઓ સર્મતી તાજી થઇ જાય. આમ તો હું પુસ્તકો કરતાં મારાં ઘેટાં પાસે થી વધુ શીખું છું.” તેણે જવાબ આપ્યો બેએક કલાક વાતો ચાલી તેમાં તેણે કહ્યું કે હું આ શેઠજ પુત્રી છું.ગામના રેઢીયાળ જીવન વિશે વાત કરી અને કહ્યું અહીં બધા દિવસ એકસરખા જ લાગતા હોય છે. ભરવાડે તેને એન્ડાલુશીયા પ્રદેશ ના અંતરિયાળ વિસ્તારો સૌદર્ય ની. પોતે જે નગરો જોયા હંતા ત્યાંના જનજીવનની વાતો કરી અલબત્ત ઘેટાંની સાથે જ વાતો કરવા કરંતા આ વધુ આનદ દાયક વાતચીત હતી તમે વાંચતા કઈ રીતે શીખ્યા ?” છોકરીએ પૂછયું જેમ બીજા શીખે છે તેમ શાળામાં તેણે કહ્યું. તમને જો વાંચતા આવડે છે તો પછી તમે ઘેટાં શું કામ ચારો છો ?” તેના પ્રશ્નનનો ઉત્તર ન આપવો પડે એ રીતે છોકરો કંઈક બબડયો તેને ખાતરી હતી કે આ છોકરી પોતાને સમજી નહિ શકે.તેણે પોતાના પ્રવાસો ની વાતો ચાલુ રાખી અને છોકરી ની તેજસ્વી આંખો ડર અને આશ્વર્યથી પહોળી થતી ગઈ. સમય પસાર થતો ગયો તેમ તેમ છોકરાને થવા લાગ્યું કે આ દિવસ કયારેય પૂરો ન થાય તો કેવું સારું !તેનો બાપ હમેશા વ્યસ્ત રહે અને પોતાને ત્રણ દીવરા સુધી રોકી રાખે તેને ખ્યાલ આવ્યો કે તેને કઈક એવી લાગણી થાય છે જે તેણે આગાઉ કદી અનુભવી નથી -એક જ ઠેકાણે હર હંમેશ માટે રહી પડવાની ઈચ્છા. આ કાળાભમ્મર વાળા વાળી છોકરી સાથે રહેવા મળે તો એનું કિસ્મત ઊઘડી જાય તેના દિવસો પહેલાં જેવા કદી નહી રહે. પણ છેવટે વેપારી આવ્યો અને છોકરા તેના ચાર ઘેટાનું ઊન ઉતારવા જણાવ્યું. ઊન ની કિંમત ચૂકવી ને એને ભરવાડની ને ફરી બીજે વર્ષ આવી જવા કહ્યું. *** અને હવે માત્ર ચાર જ દિવસે બાદ તે ફરીથી એ જ ગામ માં પંહોચશે તે ઉત્તેજીત હતો અને સાથે બેચેન પણ કદાચ પેલી છોકરી તેને ભૂલી પણ ગઈ હોય. ઘણાય ભરવાડો પોતાનાં ઘેટાનું ઊન વેચવા માટે તે ગામમાંથી પસાર થતા રહે છે. તેણે પોતાના ઘેટાને કહ્યું, કઈ વાધો નહિ બીજી જગ્યાઓ પણ હું બીજી છોકરીઓને જાણું છુંને!” પણ હદય માં તો તેને ખબર હતી એવું નહોતું એ પણ તે જાણતો હતો કે નાવિકો અને પ્રવાસી ફેરિયા ઓની જેમ ભરવાડો પણ હંમેશા એક એવું નગર શોધી કાઢતા જયા નચિત બનીને રખડવાની મોજ ભૂલી જણાય એવું કોઈ ‘જણ’ જડે. દિવસ ઊગતો હતો અને ભરવાડ સૂર્યની દિશા માં ઘેટા હાકી રહ્યો હતો આમણે કદી કોઈ નિર્ણયો લેવાના નથી હોતાં તેણે મનોમન વિચાર્યું :કદાચ એટલે જ એ મારી આસપાસ ફરતાં રહે છે. ઘેંટા માટે તો ખોરાક અને પાણી જ સૌથી વધુ મહત્ત્વનાં હતાં જયા સુધી છોકરા ને એન્ડાલુશીયા લીલાંછમ ચરિયાણ ગોચરો કાય કયા પથરાયેનલા છે એની ખબર હોય ત્યાં સુધી તેઓ તેનાં મિત્રો બની રહેશે,હા, તેમના દિવસો એકસરખા હતા અને કદાચ સૂર્યના ઉદયથી અસ્ત સુધી નો સમય એમને અંનત જણાતો હશે, પણ તેમની ટૂકી જીદગીમાં તેમણે કદી એક પણ પુસ્તક વાંચ્યું નહોતું, શહેરોના દેખાવો વિશે તેમને તે કહેતો ત્યારે એ કશું સમજતાં નહિ. તેઓ ખોરાક અને પાણી થી જ સંતુષ્ટ હતાં અને તેના બદલામાં તેઓ ઉદારતાથી પોતાનું ઊન આપતાં એને સાથ આપતાં અને કેટલીક વાર પોતાનું માંસ પણ આપતાં છોકરાએ વિચાર્યું :જો હું આજે એક રાક્ષસ બનું અને તેમને એક એક કરી વધેરી નાખવાનું નક્કી કરું તો તે બાબતે તેમને ત્યારે જ કંઈક ખબર પડે, જયારે મારા પર વિશ્વાસ રાખે છે અને પોતાની અંત સ્ફૂરણાઓ પર આધાર રાખવાનું ભૂલી જ ગયા છે, કારણ કે હું તેમને ચારવા લઇ જાઉં છું પોતા આવા વિચારો થી છોકરો પોતે નવાઈ પામ્યો કદાંચ એ દેવળ એ અંજીરનું વર્ક્ષ ભૂતપલીતો સ્થાન હશે. તેને પેલું સ્વપન બીજી વખત આવ્યું અને પોતાના મૂક વફાદાર સાથીઓ પ્રત્યે તેને કોધ પણ આવ્યો – બધું તેને જ કારણે આગલી રાત્રે લીધેલા ભોજનમાંથી વધેલો થોડો દારૂ તેણે પીધો અને જાકીટ કાઢી નાખ્યું તે જાણતો હતો કે હવે થોડા જ કલાકો માં સૂર્ય માથા પર આવશે અને તાપ એટલો વધશે કે તે પોતાનાં ઘેટાં ને ખેતરો માં હાકી નહિ શકે આ એ સમય હતો જયારે આખુય સ્પેન ઉનાળા ની બપોરે સૂતું રહેતું ગરમી તો રાત સુધી પડતી જ રહેતી અને એ આખો વખત તેણે જાકીટ પકડી રાખવું પડતું જાકીટના વજનનો વિચાર કરતાં ની સાથે તેને યાદ આવ્યું કે એ જાકીટને કારણે જ તે વહેલી સવારે પડતી ઠડી સહી શક્યો હતો. તેણે વિચાયું આપણે પરીવર્ત માટે સજજ રહેવું જોઈએ જાકીટના વજન અને ગરમાવાની તેને કદર થઇ. જાકીટ એક ખાસ હેતુ હતો અને છોકરા નો પણ તેના જીવન નો હેતુ હતો ફરવું બે વર્ષના એન્ડાલુશીયા પ્રદેશ ભ્રમણ થી તે હવે તેમાં ના બધા શેહરા વિશે ઘણું બધું જાણતો આ વખત ની મુલાકાત માં પેલી છોકરી સમજાવવા ધારતો હતો કે એક સીધોસાદો ભરવાડ વાંચી શકતો હતો એનું કારણ તે 16 થયો વર્ષનો થયો ત્યાં સુધી તેણે એક ગુરુકુળ માં અભ્યાસ કર્યો હતો. તેનાં માતાપિતા ની ઈચ્છા હતી કે તે પાદરી બને અને એ રીતે એક સીધાસાદા ગામડાના કુટુંબનું ગૌરવ બને તેઓ ખોરાક અને પાણી માટે સખત મહેનત કરતા આ ઘેટાની જેમ જ તેણે છેક નાનપણ થી જ એને દુનિયા ને જાણવાની કરતાં તેને મન વધુ મહત્ત્વની હતી.એક સાંજુકી વેળાએ તેણે હિંમત એકઠી કરીને પિતાને કહી દીધું હતું કે હું પાદરી બનવા ઈચ્છતો નથી અને પ્રવાસ કરવા ઈચ્છું છું. તેના પિતા કહે “બેટા, આખી દુનિયાના લોકો આપણા ગામમાંથી પસાર થયા હશે. તેઓ નવી ચીજો શોધતા આવે છે, છતાં જયારે પાછા ફરે છે ત્યારે તેઓ જેવા હતા તેના થી સહેજ પણ બદલાયા હોતા નથી તેઓ મહેલ જોવા માટે આખો પર્વત ચડે છે અને એ તારણ કાઢે છે કે આપણી પાસે જે આજે છે તેના કરતાં ભૂતકાળ વધુ સારો હતો. ભલે તેમના વાળ ભૂરા હશે કે ત્વચા કાળી હશે, પણ મૂળ માં તો અહીં જે લોકો રહે છેતેમના જેવા જ તેઓ છે.” પણ મારે તો તે લોકો જે શહેરો માં રહે છે ત્યાંના મહેલ જોવા છે.” છોકરાએ સમજાવ્યું. તેના પિતા આગળ બોલ્યા, “એ લોકો જયારે આપણી ભૂમિ જુએ છે ત્યારે કહે છે કે તેઓ અહી હંમેશ માટે રહેવાનું પસંદ કરશે.” “ભલે. પણ મારે તેમની ભૂમિ જોવી કે તેઓ કઈ રીતે જીવે છે.” અહી આવે છે તે લોકો પાસે ખર્ચવાના બહુ પૈસા હોય છે એટલે પ્રવાસ કરવો તેમને પોસાય.” તેના પિતા એ કહ્યું આપણામાં તો ફક્ત ભરવાડો જ એવી રઝળપાટ કરે.” એમ! તો હું ભરવાડ બનીશ!” તેના પિતાએ એથી વધુ કશું ન કહ્યું બીજે દિવસે એમણે દીકરાને પ્રાચીન સ્પેનના સોનાના ત્રણ સિક્કા ભરેલી કોથળી આપી. “મને આ એક દિવસ ખેતરમાંથી મળી આવ્યા હતા. મારે તને તે વારસામાં આપવા હતા પણ હવે તું તેને તારાં ઘેટાં ખરીદવામાં વાપરજે વગડા રખડીશ ત્યારે એક દિવસ તેને ખ્યાલ આવશે કે આપણી આ ગામડા ધરતી સૌથી શ્રેષ્ઠ છે અને આપણી સ્ત્રીઓ સૌથી વધુ સુંદર.” તેમણે છોકરાને આશીર્વાદ આપ્યા. છોકરો પિતા ની આંખમાં જોઈ શક્યો – એને પોતાને આવતું એવું જ સપનું કે પોતે આવતું એવું જ સપનું કે પોતે દુનિયાભરના પ્રવાસ માં નીકળે વરસો વરસ સંઘર્ષ કરતાં કરતાં ખોરાક અને પાણી મેળવવાનાં ફાંફા મારતાં મારતાં એક જ ઠેકાણે વસવાટ કરવાની મજબૂરી સહેતા તેમનું તે સ્વપ્ન ઊડુ ધરબાઈ ગયું હશે ભલે પણ આજે તે જીવંત તો હતું. *** ક્ષિતિજ રતાશ નો ટશીયો ફૂટ્યો અચાનક જ સૂર્ય દેખા દીધી પિતા સાથે ની વાતચિત છોકરાને યાદ આવી અને તેને ખુશી થઇ. તેણે અત્યાર સુધીમાં ઘણાં મોટાં મોટાં ભવનો જોઈ લીધાં હતાં ઘણી સ્ત્રીઓનેય મળ્યો હતો પણ ઘણા દિવસથી એની રાહ જોયા કરતી હોય એવી તો એક જ હતી જે હવે થોડા દિવસો મળવાની હતી. તેની પાસે પાસે પોતાની માલિકી નું જાકીટ હતું, એક પુસ્તક હતું જેને તે બીજા પુસ્તક બદલામાં આપી શકતો હતો અને ઘેટાં પણ હતાં. છતાં સૌથી વધુ મહત્ત્વનું તો એ હતું કે તે પોતા નું સ્વપન રોજ રોજ જીવી શકતો હતો. જો તે એન્ડાલુશીયા પ્રદેશ નાં બિડોથી કટાણે તો તે પોતાનાં ઘેટાં વેચીને દરિયાની મુસાફરી કરી શકે એમ હતો તે દરિયાના પ્રવાસથી કંટાળશે ત્યાં સુધી તેને બીજા ઘણા શહેરો માહિતી મળી ગઈ હશે, ઘણી બીજી સ્ત્રીઓને મળી ચુક્યો હશે અને ખુશ થવાની ઘણી તકો માણી ચુક્યો હશે. પેલા ગુરુકુળ માં મને કઈ ભગવાન ન મળ્યા હોત...તેણે સૂર્યોદયને નિહાળતાં વિચાર્યું. જયારે પણ શક્ય હોય ત્યારે તે પ્રવાસનો નવો માર્ગ શોધતો પેલા જુના દેવળમાં અત્યાર સુધી તે કયારેય ગયો નહોતો જો કે એ બીજુથી આ પહેલાં ઘણી વખત પસાર થયો હતો ખરો. આ દુનિયા બહુ જ વિશાળ અને અખૂટ હતી. તે થોડો વખત ઘેટાને નવા રસ્તે આગળ વધવા દેતો અને પછી બીજી રસપ્રદ ચીજોમાં પરોવાઈ જતો. સમસ્યા એ હતી કે ઘેટાંને એ વાતનો અણસાર પણ નહોતો રહેતો કે તેઓ દરરોજ નવે નવે રસ્તે ચાલતાં હતાં. તેઓ બસ એક જ વાતનો વિચાર કરે છે: ચારોપાણી છોકરાએ વિચાર્યું : કદાચ આપણે બધાં પણ એવાં જ છીએ કદાચ હું પણ પેલા વેપારી દીકરી ને મળ્યા પછી મેં બીજી કોઈ સ્ત્રીનો વિચાર પણ નથી કર્યો સૂર્ય તરફ નજર કરતાં તેને લાગ્યું કે આપી ને બીજા જાડી ચોપડી મેળવી શકશે, ખાલી થયેલી બાટલીમાં દારુ ભરાવી શકશે,દાઢી કરાવશે, વાળ કપાવી શકશે તેણે છોકરીને મળવા માટે તૈયાર રહેવું પડશે તેને વિચારવું સુધ્ધા ખપતું નહોતું કે બીજો કોઈ વધારે ઘેટાં ધરાવતો ભરવાડ કદાચ પોતાના કરતાં વહેલો પહોચી ગયો હોય અને એણે તેનો હાથ માગી લીધો હોય. એણે મન માં વિચાર્યું: સ્વપનો સાકાર થવાની શક્યતા જ જીવનને રસભર બનાવે છે ફરીથી સૂર્ય તરફ નજર નાખી તેણે ઝડપ વધારી તેને અચાનક યાદ આવ્યું કે ટારીફામાં એક વ્રદ્ધા રહે છે જે સ્વપ્નોના અર્થ કહી આપે છે. વ્રધ્દ્રા તેને પોતાના પાછલા ખંડમાં લઇ ગઈ. રંગીન મણકાઓના બનેલા પડદા થી તે ભાગ ઓરડાથી જુદો પડતો હતો. તેમાં એક ટેબલ ઉપરાંત જિસસની પવિત્ર મૂર્તિ અને બે ખુરશી ઓ જ હતી વુંર્દ્રા તેને પોતાના ઘરના પાછલા ખંડમાં લઇ ગઈ. રગીન મણકાઓના બનેલા પડદા થી તે ભાગ મુખ્ય ઓરડાથી જુદો પડતો હતો તેમાં એક ટેબલ ઉપરાંત જિસસની પવિત્ર મૂર્તિ અને બે ખુરશી ઓ જ હતી. વુંધ્દ્રા એક ખુરશી પર બેઠી અને તેને પણ બેસવા કહ્યું પોતાના હાથમાં તેના બંને હાથ લીધા અને ધીમે અવાજે પ્રાથના કરવા લાગી. રખડુ વણજારાઓ કરતા હોય છે એવી આ પ્રાથના જણાઈ. રસ્તે જતા વણજારાઓની છોકરા ને મુલાકાત થઇ ચુકી હતી. તે લોકો પણ પ્રવાસી હતા, પરંતુ તેઓ ઘેટા ન રાખતા.લોકો કહેતા કે આ વણજારાઓ બીજા લોકોને છેતરીને નિર્વાહ ચલાવતા એમ પણ કહેવાતું કે તે ઓનો શેતાન સાથે સીધો સબંધ હતો. તેઓ બાળકોને એમની પોતાની રહસ્યમય છાવણીમાં ઉપાડી જતા અને પછી પોતાના હાથમાં લીધા બાળપણ નો ડર આ ક્ષણે તેનામાં પાછો સળવળી રહ્યો. પણ ડોશી પાસે તો જિસસ ની પવિત્ર મૂર્તિ હતી. તેણે આશ્વસ્ત થવા કોશિશ કરી પોતાનો હાથ બીક થી ધ્રૂજે અને તે વર્ધ્દ્રા એને ડરપોક માની લે એ ઠીક નહિ.તેણે મૌન રહીને પ્રભુની પ્રાથના કરી. “ મજા ની રેખાઓ છે!” વ્રધ્દ્રા બોલી જો કે તેણે નજર તો છોકરાના હાથ પર જ ખોડેલી રાખી, પછી આવી ગયો તરત છોકરાએ હાથ પાછા ખેચ્યાં. હું કઈ મારી હથેળી દેખાડવા અહી આવ્યો નથી.”એ અહી આવ્યો તેની દિલગીરી પણ તેને થવા લાગી એક ક્ષણ તો તેને થયું કે વ્રધ્દ્રા ને તેની ફી આપીને નીકળી જવું, કશું પૂછ્યા ગાછ્યા વગર જ કદાચ તે પોતાના પેલા સ્વપ્નને વધુ પડતું જ મહત્ત્વ આપતો હતો. તું અહી એટલે આવ્યો કે તારા સ્વપ્ના વિશે જાણી શકે.” વર્ધ્દ્રા બોલી સ્વપ્ના તો પ્રભુ ની ભાષા છે. જયારે તે આપણી ભાષા માં બોલે છે ત્યારે તેનું હું અર્થઘટન કરી પણ જયારે તે આત્માની ભાષા માં બોલે છે ત્યારે તે તું જ સમજી શકે. ખરે જે હોય તે તે સલાહ લીધી તેના પૈસા તો હું લઈશ.” જોયું ?આ બીજી રમત છોકરા એ વિચાયું પણ તેણે એક જોખમ ખેડી લેવાનો વિચાર કર્યો એક જોખમ ખેડી લેવાનો વિચાર કયો એક ભરવાડ હંમેશા ખુખાર વરુ અને દુકાળ જેવા જોખમ લેતો જ હોય છે અને તે જ તેના જીવનને રસપ્રદ બનાવે છે મને એક જ સ્વપ્ન બે વખત આવ્યું તેણે કહ્યું તેમાં હું મારાં ઘેટા ઓ સાથે ચરિયાણમાં હતો જયારે એક બાળકી આવી અને પશુ ઓ સાથે ખેલ કરવા લાગી. મને એવાં માણસો નથી ગમતા કેમ કે ઘેટાઓ અજાણ્યા લોકોથી ડરે છે છતા બાળકો હમેશા ડરાવ્યા વિના જ તેમની સાથે રમી શકે છે પશુઓ માનવની ઉમર કઈ રીતે જાણે છે તે પણ નથી સમજાતું.” તારા સ્વપ્ન વિશે મને જલદી કહે.” વ્ધ્દ્રો બોલી, મારે હજી રસોઈ કરવાની છે અને પાસે બહુ પૈસા તો નથી એટલે હું તને વધારે સમય નહિ આપી શકું.” “એ બાળકી મારાં ઘેટાં સાથે ખાસ્સો સમય રમી.”થોડા વ્યથિત થઈને છોકરા એ કહ્યું,અચાનક જ તે બાળકીએ મારાં બને હાથ વડે મને પકડ્યો અને છેક ઈજિપ્તના પીરામીડો સુધી પહોચાડી દીધો”” તે થોડો થોભ્યો -એ જાણવા કે શું વુંધ્દ્રાને આ ઈજિપ્તના પીરામીડો એટલે શું તેની જાણ છે ખરી પણ તે કશું બોલી નહિ અને પછી ઈજિપ્તના પીરામીડો આગળ” છેલ્લા ત્રણે શબ્દો તે ધીરે ધીરે બોલ્યો.જેથી વુંધ્દ્રા થોડું સમજી શકે.તે બાળકીએ મને કહ્યું જો તું અહી આવીશ તો છૂપો ખજાનો મળશે એમ કહીને તે મને તેનું ચોક્કસ સ્થાન બતાવવા જતી હતી, ત્યાં જ મારી આંખ ઊઘડી ગઈ બને વખત.” વુંધ્દ્રા થોડો વખત અબોલ રહી પછી તેણે ફરી થી ભરવાડના હાથ પોતાના હાથમાં લીધા અને તેનો અભ્યાસ કરવા લાગી “હવે હું તારી પાસે કોઈ ફી નહિ લઉં તે બોલી “પણ તે ખજાનાનો દસમો ભાગ હું લઈશ -જો તને તે મળે તો.”

No comments:

Post a Comment

શેર બજારમાં કારકિર્દી એટલે ? તમે 24 કલાક શેર બજાર ઉપર આધારિત રહેવા માંગો છો ? અને તેમાંથી જ પોતાના ઘરનું ગુજરાન ચલાવા માંગો છો ?

  શેર બજારમાં કારકિર્દી એટલે ? તમે 24 કલાક શેર બજાર ઉપર આધારિત રહેવા માંગો છો ? અને તેમાંથી જ પોતાના ઘરનું ગુજરાન ચલાવા માંગો છો ? જો આ કારક...