યુટ્યૂબથી પૈસા જરુરથી કમાઈ શકાય છે. એની માટે આવડત અને મહેનતની સાથે સાથે પ્લાનિંગ બહુત મહત્વનો છે.
પહેલાથી એક ગ્રાફ બનાવી રાખવો પડે. આ ગ્રાફ ખરેખર પેપર ઉપર બનાવવો જોઈએ. તમારા વિષયમાં બીજા કયા વિડીયો વાયરલ થઈ રહ્યા છે એ ચોક્કસ જોઈ લેવું પડે.
પ્રથમ ૨૫થી ૩૦ વિડીયો શેના હશે, કેવી રીતે બનશે એની તૈયારી કરવી જોઈએ. એમાથી અમુક વિડીયોની નાનકડી ક્લિપ એટલે કે શોર્ટ (વિડીયો ૧૬ બાય ૯ હશે, જ્યારે શોર્ટ ૯ બાય ૧૬ હશે) અપલોડ કરતાં રહેવું જોઈએ... આકર્ષક થંબનેલ સાથે.
અઠવાડીયા દસ દિવસમાં બહુ ઓછા પણ ચોક્કસ શોર્ટ ઉપર વ્યુઝ આવવાનું ચાલુ થશે. જે શોર્ટ ચાલે એનો મુખ્ય લાંબો વિડીયો અપલોડ કરી શકાય.
આ પ્રમાણે દર્શકોની પસંદ ના પસંદ ખબર પડી જ જશે. અને એમના પસંદીદા વિડીયો જેવો બીજો કોંટેંટ બનાવી શકાય.
પણ જરુરી નથી કે સફળતા મળે. એટલે જ પેલા ૨૫થી ૩૦ વિડીયો પતે ત્યાં સુધી કામ ચાલુ રાખવું પડે. અહીં એક વાત એ પણ છે કે જો તમે ઈચ્છો તો એકથી કે વધુ વિષયો ઉપર પણ આ કામ એક સાથે કરી શકો. એટલે કે ૨૫ - ૨૫ વિડીયો બે અલગ અલગ વિષયો ઉપર બનાવવા (દા.ત. જનરલ નોલેજ અને રેસિપી)
બે અલગ ચેનલ્સ પર જણાવ્યા મુજબ કામ કરી શકાય.
YouTube से कितना पैसा कमाया जा सकता है? के लिए Deep Patel का जवाब
https://hi.quora.com/YouTube-%E0%A4%B8%E0%A5%87-%E0%A4%95%E0%A4%BF%E0%A4%A4%E0%A4%A8%E0%A4%BE-%E0%A4%AA%E0%A5%88%E0%A4%B8%E0%A4%BE-%E0%A4%95%E0%A4%AE%E0%A4%BE%E0%A4%AF%E0%A4%BE-%E0%A4%9C%E0%A4%BE-%E0%A4%B8%E0%A4%95%E0%A4%A4%E0%A4%BE-5/answers/374186277
No comments:
Post a Comment