બ્લોગિંગ, તો તમે જાણવા માંગો છો કે તમે બ્લોગિંગ ક્યારે શુરુઆત કરી?

 બ્લોગિંગ, તો તમે જાણવા માંગો છો કે તમે બ્લોગિંગ ક્યારે શુરુઆત કરી?


તો આવો જાણીએ, કેવી રીતે મે શરૂઆત કરી હતી, શું પ્રોબ્લેમ આવ્યા? તો ચાલો શરૂઆત કરીએ.


આ પ્રશ્ન નો જવાબ આપતા પહેલા જો તમે વધુ વાંચવાનું પસંદ ના કરતા હોવ તો તેને તમે અહી સાંભળી શકો છો 👇


[[ Your Best Gujarati Podcast | Gujju Jaypal Thakor Show - My Blogging Journey | Ep. #003 ]]


મે ૨૦૧૮ માં બ્લોગિંગ ની શરુઆત કરી હતી.


2017 માં જ્યારે કોલેજ ની શરૂઆત થઈ, ત્યારે ઘરેથી મને પહેલો સ્માર્ટફોન લઈ આપ્યો. અને તે સ્માર્ટફોન મારા ઘર માં પણ પહેલી વાર જ આવ્યો. તે પહેલાં મારા ઘર માં બધા નોકિયા ના ફેન.


જ્યારે કોલેજ ને વર્ષ થઈ ગયું, અને ત્યારે પરિણામ આવ્યું તો પહેલાં વર્ષ માં 2nd સેમેસ્ટર માં 2 વિષય માં KT આવી ગઈ. ( આમ તો સેમ 1 માં પણ kt આવી હતી પણ retest માં સોલ્વ કરી દીધી હતી.😉)


ત્યારે થયું કે આ B.SC કરવું આપડા માટે થોડું અઘરું છે. અને એ સમયે ઘરે થી વધુ પૈસા પણ નહતા મળતા. તો એ સમયે આપડી પાસે મોબાઈલ તો હતો જ.


ત્યારે મારા કેટલાક મિત્ર (નયન પટેલ, મિલન પરમાર આ બંન્ને ખાસ), તે સમયે તે આ Entrepreneurship વિષે મોટી મોટી વાતો કરતો હતો. ત્યારે થયું કે લાવો જાણીએ કે આ છે શું?


(સાચું કહું તો એ સમયે મને Entrepreneurship વિષે વધુ સમજ પણ નહતી. એમ કહો ને કે નામ પણ પહેલી વખત સાંભળ્યું હતું.)


ત્યારે એક દિવસ Entrepreneurship વિષે તપાસ કરતા કરતા ઘણા બધા Entrepreneur વિષે જાણકરી મળી, કે આ ભાઈએ આ કામ કર્યું, તે ભાઈએ તે કામ કર્યું


ત્યારે આપણે થોડું ઈન્ટરનેટ પર આના વિશે રિસર્ચ કરવાનુ શરૂ કર્યું. સૌથી પહેલા શુરુઆત કરી ફેસબૂક ના founder માર્ક ઝકરબર્ગ થી. ત્યારે મને જાણવા મળ્યું કે ફેસબૂક બન્યા પહેલાં તે એક વેબસાઇટ હતી. અને માર્ક ઝકરબર્ગ પણ પોતાનો એક બ્લોગ બનાવ્યો હતો.


ત્યાંથી પહેલી વખત મે BLOG વિષે જાણવા મળ્યું


એ પછી ઈન્ટરનેટ પર રિસર્ચ કરી કે બ્લોગિંગ થી પૈસા કમાવી શકાય.


અને તમે જાણો છો કે આપણા ઇન્ડિયા ના યૂટ્યુબ CREATOR કેવા છે?


તેમની વીડિયો જોઈને જ સપના જોવા માંડ્યા કે હવે આપણે ભણવાની કઈ જરૂરત નથી, હવે આપણે Full Time બ્લોગિંગ કરીશું અને પૈસા કમાવીશું.


(અત્યારે મને બ્લોગિંગ વિશે પૂરતી જાણકારી પણ નથી અને ડોલર કમાવવાના સપના જોવા મોડ્યા લો બોલો 😂😂)


ધીરે ધીરે વીડિયો જોઈને પોતાનો એક બ્લોગ બનાવ્યો. સૌથી પહેલા જે બ્લોગ બનાવ્યો તે બનાવ્યો ગુજરાતી ભાષા માં.


પણ પછી ખબર પડી કે ગુજરાતી ભાષામાં તો ગૂગલ એડસેન્સ નું approval જ નથી મળતો.


કઈ બ્લોગ ને છોડી દીધો અને નવા બ્લોગની શરૂઆત કરી.


હવે છે બીજો નવો બ્લોગ બનાવ્યો તેનું નામ હતું "YOUGLE TIPS AND TRICK"


આ નામનો આઈડિયા પણ દિવ્ય ભાસ્કર માં આવતા એક લેખ ઉપર થી લીધેલો. 😁)


આ બ્લોગ અત્યારે પણ live છે. જો તમે જોવા માગતા હો તો google માં સર્ચ કરો "YOUGLE TIPS AND TRICK"


તેની ઉપર હિન્દીમાં કન્ટેન્ટ નાખ્યો.


છ મહિને તેની પર google adsense approval મળી ગયો.


પણ ઓછા ટ્રાફિકના કારણે જોઈએ એવી કમાણી થતી નહોતી.


એક વર્ષ સુધી આ બ્લોગ ઉપર કામ કર્યું, પણ પરિણામ કઈ જ મળ્યું નહિ. ધીરે ધીરે કામ કરવાનુ ઓછું કરી દીધું અને પાછા ભણવામાં લાગી ગયા. (ત્યાં સુધી તો 3rd સેમ માં પણ એક વિષય માં પાછી KT આવી ગઈ. એ પછી થોડું વધુ ભણવામાં ધ્યાન આપ્યું. અને સૌથી પહેલા KT સોલ્વ કરી.)


પણ આ સમય માં શીખવા ઘણું મળ્યું.


પણ મારી ભૂલ એ થઈ કે તે સમયે મેં જો સારું એવું એક domain name અને હોસ્ટિંગ લઈને વર્ડપ્રેસ પર બ્લોગ બનાવ્યો હોત તો આ એક વર્ષમાં સારું એવું શીખી શક્યો હોત.


એ પછી 2018 માં થોડા પૈસા બચાવીને એક ડોમેન નામ લીધું "DIGITALJAYPAL.IN" અને બ્લોગ બનાવ્યો.


ત્યારે કોઈ ટોપીક ના મળ્યો, પણ સારું એવું બ્લોગિંગ, SEO વિષે જાણકારી હતી તો તેની ઉપર જ કન્ટેન્ટ બનાવ્યો અને પબ્લીશ કર્યો.


આજ પણ બ્લોગ Live મૌજુદ છે, તેની ઉપર સમય એ નવો કન્ટેન્ટ અપલોડ કરું છું.


અત્યારે મને 2+ નો અનુભવ થયો અને હજી પણ સિખી રહ્યો છું.


આજે હું મારા બ્લોગ પર Hindi Content Writing Services પણ આપું છું. આજે મારા બ્લોગ કરતા વધુ હું આ પ્રકાર ની સર્વિસ થી કમાવું છું.


તો આપનો સવાલ હતો કે બ્લોગિંગ ક્યારે શુરુઆત કરી? અને શું બ્લોગિંગ ઓનલાઇન પૈસા કમાવવા માટે સારી વાત છે?


તો જી હાં, બ્લોગિંગ ઓનલાઇન પૈસા કમાવવા માટે સારો એવો તરીકો છે પણ તમારે એ માટે સમય, મહેનત અને પૈસા ઇન્વેસ્ટમેન્ટ કરવા પડશે.


સાથે સાથે ધૈર્ય પણ રાખવું પડશે.


ઉમ્મીદ છે કે આપને આપનો સવાલ નો જવાબ મળી ગયો હશે!!!


જયપાલ ઠાકોર (DIGITAL JAYPAL[1] 😉)


ફૂટનોટ્સ


[1] Your Best Gujarati Podcast | Gujju Jaypal Thakor Show

No comments:

Post a Comment

શેર બજારમાં કારકિર્દી એટલે ? તમે 24 કલાક શેર બજાર ઉપર આધારિત રહેવા માંગો છો ? અને તેમાંથી જ પોતાના ઘરનું ગુજરાન ચલાવા માંગો છો ?

  શેર બજારમાં કારકિર્દી એટલે ? તમે 24 કલાક શેર બજાર ઉપર આધારિત રહેવા માંગો છો ? અને તેમાંથી જ પોતાના ઘરનું ગુજરાન ચલાવા માંગો છો ? જો આ કારક...