એક વખત ની વાત છે…

 એક વખત ની વાત છે…


એક ગામની નજીક જંગલમાં વાંદરાઓ નો બહુ ત્રાસ હતો. એવામાં શહેર નો એક વ્યક્તિ એ ગામમાં આવ્યો અને તેણે જાહેરાત કરી કે તે ગામવાળાઓ પાસે થી ₹100 નો એક એમ ઘણા બધા વાંદરા ખરીદવા માંગે છે. નજીકના જંગલમાં વાંદરાઓની કોઈ અછત નથી તે જાણીને ગામલોકો પોતાનું ખેતરનું કામ છોડી ને જંગલમાં ગયા અને વાંદરા પકડવાનું શરૂ કર્યું. આ વ્યક્તિએ લોકો પાસેથી હજારો વાંદરાઓને ₹ 100 ના દરે ખરીદ્યા. વાંદરાઓ ની સંખ્યા ઓછી થતાં ગામ લોકોએ વધુ વાંદરાઓને પકડવાનું બંધ કરી દીધું.


હવે તે વ્યક્તિએ ઘોષણા કરી કે હવે તે વાંદરાઓને ₹200 ના ભાવે ખરીદશે. આનાથી ગ્રામજનોના ઉત્સાહમાં વધારો થયો અને તેઓએ ફરીથી બમણા જોશ થી વાંદરાઓને પકડવાનું શરૂ કર્યું. જેમ જેમ સંખ્યા ઘટતી ગઈ તેમ તેમ લોકોએ ફરી એકવાર વાંદરાઓને પકડવાનું બંધ કરી દીધું અને પાછા તેમના ખેતરોમાં જવા લાગ્યા.


આ માણસે વાંદરાઓ નો દર વધારીને ₹ 500 કરી દીધો. ટૂંક સમયમાં વાંદરાઓનો પુરવઠો એટલો ઓછો થઈ ગયો કે વાંદરા પકડવાની વાત તો છોડો, પણ તેમની એક ઝલક મેળવવા માટે પણ લોકો ને કલાકો રખડવું પડતું! તેમ છતાં લોકો ગમે તેમ કરીને થોડા વાંદરા લાવ્યા.


હવે આ વ્યક્તિએ જાહેરાત કરી કે તે વાંદરાને ₹ 1000 ના હિસાબે ખરીદશે. જો કે તેણે ધંધાર્થે શહેર જવું પડે એમ હોવાથી હવે તેનો સહાયક તેની બદલે ખરીદી કરશે.


આ માણસની ગેરહાજરીમાં સહાયકે ગામલોકોને કહ્યું: “તમે ગામ ના લોકો ખૂબ મહેનતુ છો અને હું તમારા ભલા માટે એક વાત કહું. આ પાંજરામાં તમે લોકો એ ભેગા કરેલા આ બધા વાંદરાઓ જુઓ. હું તેમને દરેકને ₹ 700 માં વેચીશ અને જ્યારે તે માણસ શહેરમાંથી પાછો આવશે, ત્યારે તમે તેને તેને ₹ 1000 માં વેચી શકો છો. જેનાથી તમે લોકો રાતોરાત કમાઈ જશો"


ગ્રામજનોને આ વાત માં ખુબ રસ પડ્યો. તેમણે તેમની બધી જ બચત ખર્ચી ને તમામ વાંદરાઓ સહાયક પાસે થી ખરીદ્યા. અને એ દિવસે રાત્રે સહાયક પણ ગામમાંથી ચાલ્યો ગયો. ત્યારબાદ ક્યારેય આ ગામમાં એ માણસ અથવા તેના સહાયક જોવા મળ્યો નહિ. અને આખા ગામ માં વાંદરાઓ જ વાંદરાઓ થઈ ગયા!


શેરબજારમાં આપનું સ્વાગત છે!

No comments:

Post a Comment

શેર બજારમાં કારકિર્દી એટલે ? તમે 24 કલાક શેર બજાર ઉપર આધારિત રહેવા માંગો છો ? અને તેમાંથી જ પોતાના ઘરનું ગુજરાન ચલાવા માંગો છો ?

  શેર બજારમાં કારકિર્દી એટલે ? તમે 24 કલાક શેર બજાર ઉપર આધારિત રહેવા માંગો છો ? અને તેમાંથી જ પોતાના ઘરનું ગુજરાન ચલાવા માંગો છો ? જો આ કારક...