રમેશ : હું મારી પત્નીથી કંટાળી ગયો છું.

 રમેશ : હું મારી પત્નીથી કંટાળી ગયો છું.

સુરેશ : કેમ, શું થયું?

રમેશ : યાર, તે આખો દિવસ યુટ્યુબ પર વાનગીઓની રેસિપી જોતી રહે છે.

સુરેશ : તો તેમાં વાંધો શું છે?

રમેશ : પણ તે જમવા માટે તો માત્ર દાળ-ભાત અને ખીચડી-કઢી જ બનાવે છે.


પપ્પુ : મિત્ર, પ્રેમ તો હંમેશા એક તરફી જ હોવો જોઈએ.

ગપ્પુ : કેમ?

પપ્પુ : જો બંને બાજુ સમાન હોય તો લગ્ન થવાનું જોખમ વધી જાય છે.


બ્રેકઅપ થયા પછી નીતિન પોતાનો અનુભવ શેર કરતા કહે છે,

નીતિન : જેનું કોઈ નથી તેનું કોણ હોય છે, તે તું જાણે છે?

નીલ : હા. તેનો ભગવાન હોય છે.

નીતિન : ના.

નીલ : તો?

નીતિન : તેમની ઊંઘ હોય છે. તેમને ખુબ સારી ઊંઘ આવે છે.


રસ્તામાં એક સુંદર છોકરી જાનુ…. જાનુ… કહીને રડી રહી હતી અને થાંભલા સાથે માથું પછાડી રહી હતી.

આ જોઇને રાજુએ પોતાની સાઇકલ ઉભી રાખી અને બોલ્યો,

હે ભગવાન આ તે શું કર્યું, આટલી સુંદર છોકરીનું બ્રેકઅપ કરાવી દીધું.

આ સાંભળી દૂર ઉભેલી બીજી છોકરી બોલી, ઓહ સેકન્ડ હેન્ડ મજનુ,

અહીં ઇન્સ્ટાગ્રામ રીલ્સનું શૂટિંગ ચાલી રહ્યું છે, અહીં તારું સેટિંગ નહિ થાય, ચાલ નિકળ અહીંથી.


દીકરો દારૂ પી ને ઘરે આવ્યો,

પછી પપ્પાથી બચવા તેણે ચુપચાપ લેપટોપ ખોલ્યું અને કામ કરવાનું શરૂ કરી દીધું.

પપ્પા : તું દારૂ પી ને આવ્યો છે ને?

દીકરો : ના.

પપ્પા : તો પછી સૂટકેસ ખોલીને તેના પર કીબોર્ડની જેમ આંગળીઓ કેમ ચલાવી રહ્યો છે?


એક યુવક એકલો એકલો મોટેથી હસી રહ્યો હતો.

પાડોશી અંકલે પૂછ્યું : એવી તે શું વાત છે કે તું આટલો ખુશ છે?

યુવક : કાલે રાત્રે મારા મિત્રએ ચોરી છીપે મારા ફોનમાંથી મારી ગર્લફ્રેન્ડનો નંબર લઇ લીધો.

પાડોશી અંકલ : ઓહ… પછી શું થયું?

યુવક : ગઈ કાલે રાતથી તે પોતાની કાકાની છોકરીના સિક્રેટ નંબર પર રોમેન્ટિક મેસેજ મોકલી રહ્યો છે.


પીન્ટુ (ફોન પર) : હલો મમ્મી, એક સારા સમાચાર છે. અમે બે માંથી ત્રણ થઈ ગયા છીએ.

મમ્મી : ખુબ ખુબ અભિનંદન દીકરા. શું થયું દીકરો કે દીકરી?

પીન્ટુ : દીકરો કે દીકરી નથી થયા મમ્મી. મેં બીજા લગ્ન કરી લીધા છે.


છગન : અરે મગન આજે સવારે એક બિલાડી મારો રસ્તો કાપી ગઈ.

મગન : પછી શું થયું?

છગન : આગળ જતાં તે બિલાડીનો અકસ્માત થયો. બીચારી મારી સાથે પંગો લેવાની થઈ હતી.


આજના સ્માર્ટ બાળકો :

પિતા : નાલાયક, તું ફરી ફેલ થયો. આજથી મને ક્યારેય પપ્પા ન કહેતો.

દીકરો : અરે પપ્પા, એ માત્ર સ્કૂલની ટેસ્ટ હતી, DNA ટેસ્ટ નહિ કે તમે મને પોતાનો પુત્ર માનવાની ના પાડી દીધી.


પુત્ર : મમ્મી, આ વખતે મને મારા જન્મદિવસ પર એપલ કે બ્લેકબેરી જોઈએ છે.

મમ્મી : અરે દીકરા, સૌપ્રથમ ફ્રિજમાં રાખેલી નારંગી અને દ્રાક્ષ તો પૂરી કર,પછી સફરજન લેજે.


નીતિન : આંટી ચિન્ટુ ઘરે છે?

આંટી : હા છે ને. ગરમા-ગરમ ભજીયા ખાઈ રહ્યો છે.

તને પણ ભૂખ લાગી હશે ને?

નીતિન : હા, ઘણી ભૂખ લાગી છે.

આંટી : તો તારા ઘરે જઈને જમી લે પછી પાછો આવજે.


ટીટુ : પપ્પા તમે દારૂ ના પીવો.

પપ્પા : પીવા દે દીકરા, અંતે શું સાથે લઈ જઈશ?

ટીટુ : જો આ રીતે પીતા રહીશો તો અમારા માટે મુકીને પણ શું જશો?


પત્ની : સાંભળો છો, આપણે સોમવારે બજાર જઈશું,

મંગળવારે હોટેલનો પ્રોગ્રામ છે,

બુધવારે ફરવા જઈશું.

ગુરુવારે રેસ્ટોરન્ટમાં જઈશું,

શુક્રવારે ફિલ્મ જોવા જઈશું,

અને શનિવારે પિકનિક પર જઈશું.

પતિ : ચોક્કસ… અને એ પછીના રવિવારે આપણે મંદિરે જઈશું.

પત્ની : મંદિરે કેમ?

પતિ : વાટકા લઈને ભીખ માંગવા માટે.

No comments:

Post a Comment

શેર બજારમાં કારકિર્દી એટલે ? તમે 24 કલાક શેર બજાર ઉપર આધારિત રહેવા માંગો છો ? અને તેમાંથી જ પોતાના ઘરનું ગુજરાન ચલાવા માંગો છો ?

  શેર બજારમાં કારકિર્દી એટલે ? તમે 24 કલાક શેર બજાર ઉપર આધારિત રહેવા માંગો છો ? અને તેમાંથી જ પોતાના ઘરનું ગુજરાન ચલાવા માંગો છો ? જો આ કારક...