ગુલાબને રંગ
મળ્યા !
દાયકાઓ પહેલા બધા ગુલાબના ફૂલો સફેદ રંગના જ હતા આથી ગુલાબ
ખુશ નહોતા.
તેમની આસપાસ જાતભાત નાં રંગબે રંગી ફૂલો જોઇને
બધા ગુલાબને મન થતું કે કાશ આપણી પાસે પણ રંગો હોતા. સફેદ એ તો કોઈ રંગ હોતો હશે. લોકો આપણને ચુંટવાનું ખાસ પસંદ પણ નથી
કરતા. એના કરતા આપણે રંગબેરંગી હોતા તો કેટલા સુંદર દેખાતા.
પરીએ કહ્યું આટલી જ
વાત તમારી સૌની ઈચ્છા જરૂર પૂરી થશે આટલું કહીંને પરી તો ત્યાંથી ઊડી ગઈ.ઊડી ને પરી
સીધી સૂરજદાદા પાસે ગઈ. પરીએ સુરજદાદાને
કહ્યું શું તમારો સુંદર રંગ મને થોડો આપશો
?
મારે તેને ગુલાબ નાં ફૂલો ને આપવા છે. સૂરજદાદાએ
તો ઘસી ને ના પાડી દીધી.
પરી તેમના આવા વર્તનથી નારાજ થઇ તે વિચારવા લાગી
હવે શું કરું? ઉદાસ બેઠેલા ગુલાબોને રંગ કયાંથી આપવું એવામાં આકાશમાં રંગબેરંગી મેઘધનુષ દેખાયો. અરે
પહેલા કેમ મને આ યાદ ન આવ્યું? વિચારતી પરી તો ઊડીને પહોચી મેઘધનુષ પાસે.
મેઘધનુશે તો રાજી થઈને પોતાના બધા રંગો પરીને
આપ્યા. આવી રીતે પરીએ વિવિધ રંગો ભેગા કર્યા
અને ફરી પાછી ઊડીને ગુલાબના
બગીચામાં ગઈ.
જાદુઈ છડી ફેરવીને તેણે ગુલાબોને વિવિધ રંગો
આપ્યા.ગુલાબના ફૂલો તો તેમને મળેલા વિવિધ રંગો અને સુંદરતાથી ખુશખુશાલ થઈ ગયા. બધા
ગુલાબોએ પરી અને મેઘધનુષ નો આનંદ ખુબ માન્યો સૂરજદાદાએ આ બધું ઉપરથી જોયું તેને ના
પાડવા બદલ હવે ખુબ અફસોસ થવા લાગ્યો સુરજદાદાએ પરી અને દરેક ગુલાબની માફી માગી.
પરીએ ફરી જાદુઈ છડી ફેરવી અને દરેક ગુલાબમાં
સુંગધ પણ ભરી દીધી પરીએ કહ્યું બાળકો ફક્ત સૂંદર બનાવશે આખા જગતમાં સૌ કોઈ તમને પંસદ
કરશે.
હવે તમારી સુંગધ અને સુંદરતાથી આખા સંસાર ને
સૂંદર બનાવજો આમ, કહીને પરી આકાશ માં ઊડી ગઈ.
No comments:
Post a Comment