કૃષ્ણ વૃંદાવન છોડીને મથુરા જવા નીકળ્યા, ત્યારે યમુનાના ઘાટ પર રાધાને છેલ્લી વિદાય આપવા પહોંચ્યા.
પેલા યમુનાના ઘાટ પર, જ્યાં રાધા પોતાના પગ યમુનાની લહેરોમાં ભીના કરીને કૃષ્ણની રાહ જોઈ રહ્યા હતા. કૃષ્ણના મથુરા જવાની વાત જાણી ત્યારથી રાધાનું મન વ્યાકુળ હતું, જાણે હૃદય પર કોઈ અસીમ ભાર મૂકાયો હોય.
કૃષ્ણ આવ્યા અને રાધા પાસે બેસીને કલાકો સુધી તેમને સાંત્વના આપી. વૃંદાવન પાછા ફરવાના બહાના બતાવ્યાં, જાણે સમયને રોકી દેવા માંગતા હોય.
પણ નિયતિનો લેખ કોણ ટાળી શકે?
આખરે વિદાયનો સમય આવ્યો. શું કહેવું? કેવી રીતે કહેવું? આ બધી મૂંઝવણો વચ્ચે, રાધાએ કૃષ્ણ પાસેથી અનેક વચનો લીધા. અને કૃષ્ણે પણ રાધાને વચનો આપ્યા.
તમને ખબર છે કે એ દિવસે કૃષ્ણે રાધા પાસેથી કયું વચન માંગ્યું હતું?
તેમણે કહ્યું, "રાધે! હું ઈચ્છું છું કે તું મને વચન આપ કે મારા મથુરા ગયા પછી તારી આંખમાંથી એક પણ આંસુ ન વહે. કારણ કે તારા આંસુ મને મારા કર્તવ્યના માર્ગથી વિચલિત કરી શકે છે."
શું માંગ્યું કૃષ્ણે?!
"કાન્હા, તમે એકવાર મારો જીવ જ માંગી લીધો હોત, પણ આ શું? આંસુ ન વહાવવાનું વચન? પ્રેમમાં તો આંસુ એ જ તો હૃદયનો અવાજ હોય છે." - રાધાના આંસુઓ ત્યાં જ રોકાઈ જવાની એ પહેલી ઘટના હતી…
વચન અપાઈ ગયું. અને પછી રાધા-કૃષ્ણ વિરહમાં ઉદાસ રહ્યા, વ્યાકુળ રહ્યા, અસ્વસ્થ પણ રહ્યા. પણ વચનનું પાલન પૂરેપૂરું કરવામાં આવ્યું. રાધાની આંખો પથ્થર જેવી થઈ ગઈ, પણ તેમણે એક પણ આંસુ બહાર ન આવવા દીધું.
કૃષ્ણ જતા રહ્યા, અને રાધા પાસેથી રડવાનો અધિકાર પણ છીનવી લીધો. હા, રાધાનો કૃષ્ણ પ્રત્યેનો અસીમ, અનંત, અપાર પ્રેમ, ખુદ કૃષ્ણ છીનવી શક્યા નહીં.
એક તરફ પ્રેમ અને ત્યાગની પરાકાષ્ઠા દર્શાવતો રાધાનો પ્રેમ એટલો શુદ્ધ અને નિસ્વાર્થ હતો કે તેમણે પોતાના પ્રિયતમની ઈચ્છા માટે પોતાના સૌથી સહજ ભાવ, આંસુઓનો પણ ત્યાગ કર્યો. તો બીજી તરફ કૃષ્ણનો પ્રેમ પણ એટલો જ ઊંડો હતો કે તેઓ જાણતા હતા કે રાધાના આંસુ તેમને તેમના મોટા કર્તવ્યપથ પરથી ડગાવી શકે છે.
આ પ્રેમગાથા ખરેખર અનંત છે, અદભૂત અને અભિભૂત કરનારી છે.
કૃષ્ણની આવી કાંઈક ઘટનાઓ સ્પીરિચ્યુઅલ સાયકો-ડાયનેમિક્સના પાયોનિયર દીપ ત્રિવેદીએ 'હું કૃષ્ણ છું'માં જણાવેલી છે. જેમાં તેઓએ કૃષ્ણની સાયકોલોજી ઉપરથી પડદા પણ ઉઠાવ્યા છે, કે કૃષ્ણએ જે કાંઈ કર્યું તે કેમ કર્યું? શાં માટે કર્યું? તેની પાછળની સાયકોલોજી શું હતી?
'હું કૃષ્ણ છું’ની આ સમગ્ર શ્રેણીને પચાવી લીધા પછી કૃષ્ણ સાથે સંકળાયેલા અનેક મહત્ત્વપૂર્ણ પ્રશ્ર્નોના જવાબ આપોઆપ મળી જાય છે.
No comments:
Post a Comment