એક પણ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું સુરક્ષિત નથી.
મ્યુચ્યુઅલ ફંડ નું કામ છે તમારા પૈસા શેર બજારમાં મોટી કંપનીમાં લગાવવા. જે લોકો વધુ જોખમ લેવા માગતા નથી, જે લોકોમાં પોતાનો બિઝનેસ કરવાની આવડત નથી. જે લોકો પોતાનામાં એટલે કે પોતાની જાતમાં રોકાણ કરી શકતા નથી કે પોતાની આવડત વિકસાવી શકતા નથી તેઓ બીજી કંપનીઓમાં રોકાણ કરે છે અને મોટેભાગે પસ્તાય છે.
તેઓ પાસે જ્યારે પૈસા આવી જાય છે ત્યારે તેઓ કોઈ મોટી કહેવાથી અજાણી મ્યુચ્યુઅલ ફંડ કંપનીમાં રોકાણ કરે છે. તમે જે કંપની મ્યુચ્યુઅલ ફંડ કંપનીમાં રોકાણ કરો તે કંપનીનો ઇતિહાસ તમારે જાણવું જોઈએ.
મોટેભાગે મોટી કંપનીઓ પોતાનો ઇતિહાસ મીડિયાની મદદથી બીજા પાસે લખાવતી હોય છે. તેઓ પોતાના સારા સારા રિઝલ્ટના વર્ણન કરે છે અને જે સામાન્ય માણસ છે કે જેને પૈસાનું રોકાણ કરતા આવડતું નથી અને વધુ જોખમ લઈ શકતા નથી તેઓને આકર્ષક સ્કીમો ઓફર કરે છે.
મારા એવા પર્સનલ અનુભવો છે જે બહુ સારા નથી. ઘણી કંપનીઓ 10, 12 ,15 કે પછી 18 ટકા આપશે એવું કહે છે પરંતુ તેમના કહેવા પર વિશ્વાસ રાખી શકાય તેમ નથી.
તમારી પ્રશ્ન એમ પૂછવું જોઈએ કે રોકાણ સુરક્ષિત રીતે કઈ રીતે કરવું? તમારે એવો પ્રશ્ન પૂછવો જોઈએ કે મને મારા નાણા પર કેટલા ટકા વળતર જોઈએ? તમારે એ પ્રશ્ન પૂછવો જોઈએ કે તમારા ફાઈનાન્સ મેનેજર કે જેને તમે પૈસા આપ્યા છે તેની આવડત અને ઇન્ટીગ્રિટી કેટલી?
જ્યારે તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો ત્યારે એ કંપનીની વિશાળતાની તો તમને ખબર પડે છે પણ તેની કાર્યપદ્ધતિ ની ખબર પડતી નથી. તેઓ પોતાના સારા ફાઈનાન્સિયલ સ્ટેટમેન્ટ બનાવી શકે છે. તમે તેના પર વિશ્વાસ કરો છો અને રોકાણ કરો છો ત્યારે મોટેભાગે છેતરાવવાનો વારો આવે છે.
વિશ્વના જાણીતા રોકાણ કાર, વોરન બફે કહે છે
શ્રેષ્ઠ રોકાણ તે પોતાની જાતમાં રોકાણ કરવાનું છે. તમે પોતે જ પોતાનો ધંધો શરૂ કેમ નથી કરતા?
No comments:
Post a Comment